Newsletter-cum-magazine of Oasis Movement YEAR 5 I ISSUE 13 I June 13, 2012
    'SummerHill' At Oasis Valleys - Special Series - Part 3

“Given freedom & opportunity, children are capable of sorting out their problems on their own and that too, creatively.” We strongly believe in this & hence it became the foundation of Children’s Parliament at the Summer Camp.

There were approximately 78 people, amongst which 63 were children and around 15 Facilitators. Children elected their 6 Representatives, a Main Speaker and a Deputy Speaker to make a body of 8 members as jury to represent a Miniature India of 78 citizens. First of all, they made their rules/laws in various categories, e.g. Rules for stay at Oasis Valleys, during sessions, for Institute & Environment, for resolving camp problems etc. To run it more systematically, a Suggestion Box was kept where children could drop their complaints or suggestions. These were all taken to the assembly every night where the parliament was run. During the parliament assembly, each and every suggestion/complaint was discussed thoroughly and the discussion would go on till they had found satisfactory solutions. In the course of eight days, they evolved and soon they came out with very creative and mature solutions for the problems and punishments for rule breaking individuals, which didn't surprise us. So genuine was the process that even senior members/facilitators were also taken for trial, and children didn't hesitate.

Let’s read what they felt about their own parliament, in crux -

"Due to Children's Parliament System
We became capable of solving our own problems"

Children's reflections @ their Parliament Experience:

This is spectacular as nowhere in India such a system is present

I loved Children's Parliament System. It was awesome and fabulous as the children were governing the entire session which was quite extraordinary. This is spectacular as nowhere in India such a system is present. This was good as with the help of this, a person can inculcate the qualities of leadership. Moreover, the children themselves were so much engrossed in it that each and every participant was enjoying the entire session. Right from the first day, there were systematic arrangements like rules and regulations of the parliament, jury and elections, all were well managed.

~ Pratik Doshi

દેશમાં પણ આવી અદાલતોની સ્થાપના કરવી જોઈએ

મને ઓએસિસ સમરકૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા ગમી. કારણ કે જો દેશમાં આ પ્રમાણે અદાલત હોઈ શકે તો દરરોજ લોકોને ન્યાય મળી શકે અને કોઈના પર શોષણ નહીં થઈ શકે. આ અદાલતમાં જે ગુનો કરે તેને એક વખત માફ કરી દેવામાં આવે છે. જે ગુનેગાર હોય તે પોતે જ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. તે લોકોને સ્વતંત્રતા પણ શીખવે છે. તેથી આ અદાલત મને ખૂબ જ ગમે છે.

~ તુષાર પરમાર

અહીં સ્વતંત્રતા આપીને કાયદા ઘડાયા અને તેનું જવાબદારીપૂર્વક પાલન થયું

મને ઓએસિસ સમરકૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા ગમી કારણ કે આનાથી અમને સાંત્વન મળે છે કે અમારા પર વિશ્વાસ રાખનાર પણ કોઈ છે, તેથી અમે અમારા કાર્યને વધુ સારી રીતે ન્યાય આપી શકીએ છીએ. ઉપરાંત, જે રીતે અહીં સ્વતંત્રતા આપીને કાયદા ઘડાયા અને તેનું જવાબદારીપૂર્વક પાલન થયું તે અમને ખૂબ લાભદાયી છે, કારણ કે આપણા દેશ માટેના કાયદાઓને સારી રીતે સમજીને અમે અમારી દેશ પ્રત્યેની જવાબદારીઓ સારી રીતે અદા કરી શકીશું. ઉપરાંત, આ વ્યવસ્થાએ અમને એવી ઘણી બાબતો પણ શીખવી છે જે અમારા રોજિંદા જીવનમાં ઘણી જ ઉપયોગી હોય.

~ સુકૃતિ શાહ

બધાને સરખો હક આપવામાં આવ્યો છે

બાળકોની અદાલતની વ્યવસ્થા ગમી, કારણ કે જ્યારે કોઈ પણ ગુનો કરે ત્યારે આપણે જાતે તેને બચાવી શકીએ છીએ અને સજા પણ આપી શકીએ છીએ. આ પરથી સાબિત થાય છે કે બધાને સરખો હક આપવામાં આવ્યો છે. મારા પર પણ કેસ ચાલ્યો અને હું તેના માટે ખૂબ પસ્તાઉં છું.

~ સિદ્ધાર્થ મકવાણા

આ અદાલતમાં કોઈ પણ પક્ષપાત જોયા વગર ન્યાય આપવામાં આવે છે

અમને આ અદાલત ગમી કારણ કે ત્યાં જે કેસ જાય છે તેનું સમાધાન સાચું જ હોય છે. કોઈ પણ સમાધાન કોઈના પક્ષમાં થતું નથી. જ્યારે બહારની અદાલતોમાં લોકો પૈસા આપી પોતે કેસ જીતી જાય છે, અને ગરીબ લોકોને ન્યાય મળતો નથી. પણ આ અદાલતમાં કોઈ પણ પક્ષપાત જોયા વગર ન્યાય આપવામાં આવે છે.

~ ઋત્વિક શાહ

નાનાં બાળકોની દલીલો પ્રત્યે પણ રિસ્પેક્ટ રજૂ કરાતો હતો

આ અદાલતના બધા જ નિયમો બાળકોએ બનાવ્યા. જો એ બાળકો એનો ભંગ કરે તો બાળકોએ જ પોતાની લાગણીઓ પર સંયમ રાખી પોતાના જ મિત્રોને સજા કરવી પડી. કોઈએ દેશની અદાલતમાં થાય છે એવો પક્ષપાત ન કર્યો. આ અદાલતમાંથી અમારા દેશની જવાબદારીઓ કઈ છે અને એમાં અમારો શું ફાળો હોય છે એ બધું જ જાણી અમે બધા દેશના ભાવિનું ઘડતર ખૂબ જ સારી રીતે ઘડીશું. આ અદાલતમાં બધાને પોતાની વાતો રજૂ કરવાની તક મળતી હતી. નાનાં બાળકોની દલીલો પ્રત્યે પણ રિસ્પેક્ટ રજૂ કરાતો હતો. અહીંના અમારા જ્યૂરીના પ્રતિનિધિઓએ પોતાના દિલ પર ઇંટ જેવો ભાર મૂકી જે ન્યાય આપ્યો છે તે મને લાગે છે કે અમણે આપણા રાષ્ટ્રીય સૂત્ર – सत्यमेव जयते -ને સાર્થક કર્યું છે.

~ કરિશ્મા ભાટિયા

આ અદાલતમાં અપાયેલી સજા કે લેવાયેલા નિર્ણયો એકદમ વાજબી હતા

જેમ આપણા દેશમાં ચાલે છે તેમ આ અદાલતની વ્યવસ્થા, રીતભાત તો તેવી જ છે પરંતુ જે અહીં સ્વતંત્રતાના કાયદા ઘડાયા, તેનું અમલીકરણ થયું અને ન પણ થયું, પણ અદાલતનું એકદમ વ્યવસ્થિત સંચાલન ખૂબ ગમ્યું. હા, થોડીક જગ્યાએ ગેરવર્તણૂક વર્તાઈ હતી તે અપવાદરૂપ હતી. આ અદાલતમાં અપાયેલી સજા કે લેવાયેલા નિર્ણયો એકદમ વાજબી હતા. I liked it the most.

~ ખુશી આહિર

ઓએસિસની વિશિષ્ટતા કે તેઓએ બાળકોને પોતાની અદાલત આપી

બાળકોની અદાલત - આ વ્યવસ્થાને ઓએસિસની વિશિષ્ટતા ગણવી જોઈએ કે તેઓએ બાળકોને પોતાની અદાલત આપી છે. બાળકો પ્રતિનિધિઓ જાતે ચૂંટે છે. નિયમ પણ જાતે બનાવે છે અને એ પાળે પણ પોતે જ. અને જો નિયમનો ભંગ થાય તો બાળકોની અદાલત જ સજા આપે છે. આ કારણે બાળકોની નિર્ણયશક્તિ વધી છે. અમુક કૅમ્પમાં બાળકો પર નિયમો લાદવામાં આવ્યા હોય છે. અહીં બાળકોની જ અદાલત હોવાથી શિસ્તનો ભંગ ઘણા ઓછા લોકોએ કર્યો હતો.

અહીં બાળકો જ અદાલત ચલાવતાં હતાં પણ અહીંની અદાલતમાંથી મોટા માણસો શીખે તે રીતે ન્યાય અપાતો હતો. અને સજામાં એવી સજા અપાતી હતી કે જેનાથી આરોપીને કોઈ નુકસાન ન થાય અને તેને બોધપાઠ મળે.

~ તેજસ્વિની પટેલ

બાળકોને અહીં સિવાય ક્યાંય પણ આવું વાતાવરણ નથી મળતું

અહીંની children parliamentમાં બાળક પોતાના પ્રોબ્લેમ્સ બેધડક મૂકી શકે છે. જો તે આ પાર્લામેન્ટમાં આટલું સારી રીતે બોલી શકતા હોય તો તે બહાર જઈને કોઈ પણ ડર વિના બોલી શકશે. તેની હિંમત વધશે. અહીંની પાર્લામેન્ટમાં બાળકોને એક એવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે કે જેથી બાળકોમાં મેચ્યોરિટીના ગુણ બાળપણથી ફૂટવા લાગે.

~ રાજવીર ચાર્મી

Due to Children’s Parliament all became confident to tell what was there in their heart without any hesitation.

~ Vrushali Jhaveri

Senior Membersની ગેરહાજરીમાં અદાલતે સભ્યતા જાળવી

તા. 6-5-12ના સાંજે રાત્રે Excel hallમાં કોઈ પણ Senior મેબ્મર ન હતા. છતાં જ્યૂરીના મેમ્બરોએ અદાલત ચલાવી. જ્યૂરીના સભ્યોએ બે ગ્રૂપ પાડ્યા. પછી અમુક સભ્ય વારાફરતી પાછળ આવતા તથા કોઈને પણ મસ્તી કરવા દેતા નહીં. કોઈ પણ સ્ટાફ મેમ્બર એટલે દીદી કે ભાઈની ગેરહાજરીમાં અદાલત દ્વારા જે સભ્યતા જાળવવામાં આવી છે તે મને ખૂબ જ ગમી. પછી અદાલતમાં જે કેસ આવ્યો હોય, ભલે તે નાનો હોય કે મોટો હોય તેના પર લોકમત લેવાતો તે ખૂબ ગમ્યું.

~ શ્વેતાકુમારી પરમાર

Children’s Parliament was very interesting and everybody took part actively

1. It was very interesting and everybody took part actively.
2. It was fully controlled by students and also managed by them.
3. Representatives were also selected who were members of parliament.
4. Rules were made. So, children didn't do anything wrong.
5. If someone broke the rule he was punished. And the punishment would be like that which were good for them and doesn't harm them.
6. If someone was not guilty then parliament gave them right justice.
7. If parliament would be not there, there would be no justice and children will do anything.

~ Aasnil S. Shah

આ અદાલતમાં સર અને ટીચર, સૌને છોકરાઓ જેવો જ સમાન દરજ્જો આપવામાં આવતો હતો

સમરકૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા મને ખૂબ પસંદ આવી કારણ કે સૌ પ્રથમ તો આપણે ખૂબ સ્વતંત્ર થઈને આપણી ભાવના વ્યક્ત કરી શકીએ છીએ, સત્યનો સાથ આપી શકીએ છીએ. અને છેવટે આપણે આ કૅમ્પથી બહાર જઈએ ત્યારે સત્યનો સાથ આપી શકીએ છીએ. જે દલીલો કરવામાં આવતી તે દલીલો પણ ખૂબ મદદરૂપ થતી હતી. કોઈ પણ વ્યક્તિને બોલવાની છૂટ આપવામાં આવતી હતી. પોતાના વિચારો લોકોમાં પ્રગટ કરી શકે તે માટે તેને કોઈ રોકતું નહોતું, સેશન કરાવવા માટેના સર અને ટીચર - સૌને પણ છોકરાઓ જેવો જ સમાન દરજ્જો આપવામાં આવતો હતો.

~ અમી પટેલ

અદાલતની વ્યવસ્થાથી બાળકોની મૂંઝવણ અંગે ન્યાય આપી શકીએ છીએ

બાળકો એ દેશનું ભવિષ્ય છે. જો આપણે બાળકોને વર્તમાનમાં યોગ્ય રીતે તૈયાર કરી શકીએ તો બાળકો તેમ જ સમગ્ર ભારતનું અર્થતંત્ર સુધરશે. બાળકોની ઘણી મૂંઝવણો હોય છે. અમુક બાળકો તેમની મૂંઝવણો મગજમાં ભરી રાખતાં હોય છે અને ખોટું કામ કરે છે. અદાલતની વ્યવસ્થા હોવાથી બાળકોની મૂંઝવણ અંગે આપણે ન્યાય આપી શકીએ છીએ. આખ્ખા સમરકૅમ્પ દરમ્યાન મને બાળકોની અદાલત સૌથી વધુ ગમી. તેમાં સિરીયસ મુદ્દાને પણ બાળકો કેવી રીતે ન્યાય આપી શકે છે તે ગમ્યું. તેમાં અમુક સમયે રમૂજો પણ થતી હતી.

~ અલી હુસેન ભાનવેલ

આ અદાલત અમારાં સૌ બાળકો માટે ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી બની રહી

અમે પહેલા દિવસે જ્યારે વોટ આપીને જ્યૂરી મેમ્બર્સની પસંદગી કરી ત્યારે અમે સૌ ઝડપી વિચારી શક્યા તેમ જ કોને કેટલા માર્ક્સ આપવા તેનો ઝડપી નિર્ણય લઈ શક્યા. અને બધા જ જ્યૂરી મેમ્બરોએ ખૂબ જ સરસ રીતે બાળકોની આ અદાલત ચલાવી અને અનેક કેસોને સરસ રીતે ઉકેલ્યા. જ્યારે આ અદાલત બેસતી ત્યારે ત્યારે મને એવું જ લાગતું કે અમે આપણા દેશની અદાલતમાં બેઠેલા છીએ. આ સમરહિલ સ્કૂલના સિદ્ધાન્ત ઉપર કામ કરે છે અને આવી સરસ વ્યવસ્થા રાખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

~ શમા પટેલ

“Faith placed in us helped me to improve & increase faith in myself”

Jury members' reflections on Parliament :

We have started a movement in the world that all schools should follow parliament system

The children's parliament system at Oasis Summer Camp was one of the best parts of this camp and I liked it the most. 63 students were considered equal and all got chance to express themselves. Even the facilitator was considered equal to us. I think that if this parliament system had not been there in this camp then this camp wouldn't have been the best camp I have attended so far in my life.

~ Vatsal Shah

આવી પાર્લામેન્ટ બધે હોવી જરૂરી છે

મને આ બાળકોની અદાલત ખૂબ જ ગમી. કેમ કે આ અદાલત બાળકોએ ચલાવી હતી અને તેને તાર્કિક દલીલો સાંભળીને તેનો સાચ્ચો નિર્ણય પણ કર્યો.અહીં પાર્લામેન્ટમાં અમુક પ્રકારની ડિબેટ પણ કરવામાં આવી. જેમ કે ફ્રીડમ, ફ્રેન્ડશિપ, પાર્લામેન્ટ હોવી જોઈએ કે ન હોવી જોઈએ, વગેરે. એ બધી ડિબેટ કરી અને એ બધાના ફાયદા તેમ જ ગેરફાયદા અને તેનું મહત્ત્વ જાણ્યું. તેથી મને પાર્લામેન્ટ ગમી અને તે બધે હોવી જરૂરી છે.

~ નેહલ પરમાર

આ અદાલત દ્વારા અમે દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરી છે

ઓએસિસ સમરકૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા ખરેખર મારા હૃદયને સ્પર્શી છે. કારણ કે અમને સમાજના લોકો ઉંમરમાં નાનાં ગણે છે અને વિચાર કે ચર્ચાની કોઈ પણ વિષયમાં તક મળતી નથી. પણ આ અદાલતમાં અમે નિર્ણયો તેમ જ એક ભૂલ અંગેનાં મંતવ્યો તેમ જ તે ભૂલ વિશે શું સજા હોવી જોઈએ તે જાતે નક્કી કર્યાં. ઓએસિસે વિશ્વાસ મૂકી અમને અમારી દુનિયા બનાવવાનું શીખવ્યું છે. આ અદાલત દ્વારા અમે દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરી છે.

અમે અમારી પાર્લામેન્ટ વધુ ઊર્જાથી, વધુ શક્તિથી, વધુ સમજથી અને પૂરેપૂરા ધ્યાન કેન્દ્રિત થઈ, વધુમાં વધુ દેશપ્રેમની ભાવના સાથે ચલાવી છે. તો હવે હું આપણા દેશને કહેવા માગું છું કે અમે તૈયાર છીએ અમારા ઘર જેવા દેશને સુંદર અને મનગમતું ઘર બનાવવા.

~ તસ્નીમ ભારમલ

આ કૅમ્પને સફળ બનાવવા અદાલત ખૂબ જરૂરી હતી

આ રીતની અદાલત કદી ક્યાંય જોઈ ન હતી કે જ્યાં અમે અમારી દિનચર્યાના નિર્ણયો જાતે લઈ શકીએ. અમારા પર વિશ્વાસ મૂક્યો કે અમે અમારું આ કામ ખૂબ સારી રીતે કરી શકીશું એ ખૂબ ગમ્યું. તે ઉપરાંત કોઈ પણ કેસમાં કઈ રીતે ચર્ચા કરવી, કઈ રીતે સજા કરવી, કઈ રીતે લોકોને વાત સ્પષ્ટ કરવી તે જાણવા મળ્યું. આ રીતની કામગીરી આગળ જતાં અમને ખૂબ કામ લાગશે. આ અદાલતની હું લીડર બની હતી અને લીડર તરીકેની કામગીરી કરવામાં મને ખૂબ મજા આવી. કોઈ પણ સંસ્થામાં ન્યાય ન હોય તો તે સંસ્થા ટકી ન શકે તેથી આપણા આ કૅમ્પને સફળ બનાવવા અદાલત ખૂબ જરૂરી હતી.

~ રિદ્ધિ ચૌહાણ

કોઈ જ માર્ગદર્શકોએ અમારા પર દબાણ ન કર્યું કે આણે આમ જ કરવું જોઈએ

બાળકોની અદાલતમાં બોલવાનો સૌને સમાન મોકો હોવાથી દરેક પોતાની વાત રાખી શકે છે. કોઈને પણ દબાવી નથી દેવાતા. બધાનું સ્વમાન જળવાય છે. બાળકો જવાબદારીપૂર્વકના શાસન વિશે બાળપણથી જ માહિતગાર થાય છે. આ સેશનમાં નાનામાં નાની સ્પેશિયલ રિક્વેસ્ટથી લઈને મોટામાં મોટી ફરિયાદ સુધીની દરેક વાતનો યોગ્ય ન્યાય થયો છે.

~ મંત્રરાજ નાયક

ઓએસિસ સમર કૅમ્પમાં નાના બાળકથી લઈને મોટાં બાળકો સુધી દરેકે દરેકને પોતાની વાત બધાની વચ્ચે રજૂ કરવાનો પૂરેપૂરો હક મળે છે

સામાન્ય રીતે એવું હોય છે કે બાળકો ઘણી વખત વાત સાચી કરતાં હોય પરંતુ તેઓ ખોટાં છે તેમ કહીને તેમની સાચી વાતને પણ ખોટી વાત ગણીને એની અવગણના કરવામાં આવતી હોય. જેમ કે, કોઈ બાળકને શાળમાં પોતાની કોઈ પણ વાત રજૂ કરવી હોય તો તેણે પ્રિન્સિપાલની પરમિશન લેવી પડે અને જો પ્રિન્સિપાલને તેમાં તથ્ય લાગે તો જ તે વાત રજૂ કરવાની તે વિદ્યાર્થીને પરમિશન મળે. જ્યારે વાસ્તવિક રીતે જોઈએ તો આવું ના હોવું જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીને પોતાની વાત રજૂ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. અહીં, ઓએસિસ સમર કૅમ્પમાં નાના બાળકથી લઈને મોટાં બાળકો સુધી દરેકે દરેકને પોતાની વાત બધાની વચ્ચે રજૂ કરવાનો પૂરેપૂરો હક મળે છે, કે જેથી તેમના મનના વિચારો તેઓ બધાને કહી શકે અને તેના ઉપર વિચારીને જાતે જ નિર્ણય લેતા શીખી શકે. તેથી, મને ઓએસિસ સમરકૅમ્પમાં જે બાળકોની અદાલતની વ્યવસ્થા છે તે ગમી છે.

~ શિવાની ચાહવાલા, મદદનીશ, ડ્રામા ગ્રુપ

This was perhaps one of the very rare occasions in this country, where children were completely empowered to manage the entire camp all by themselves! By the children, of the children & For the children!

So, what did they really do and How did they enjoy their Freedom in these 8 days?

Wait again, for the next issue to read about Children's Reflections...

We also await your feedback on Children's Parliament.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

  Kshama Kataria

  Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.